ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ અંડર ૧૭ વયજુથની બહેનોની સ્પર્ધાનું તેમજ સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ બહેનોની ઓપન વયજૂથ સ્પર્ધાનું આયોજન આયોજન તા.૧૭ થી ૧૯ ફેબ્રુઆરી અને તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન બાસ્કેટબોલ કોર્ટ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા પંચાયતની સામે, જામનગર ખાતે જીલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર ઝોન અંડર ૧૭ વયજુથની બહેનોની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આવતા જુદા-જુદા જિલ્લાઓની વિજેતા કુલ ૧૪ બહેનોની ટીમો અને ૧૬૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ રાજકોટ ગ્રામ્યની ટીમ અને દ્વિતીય ક્રમે જામનગર ગ્રામ્યની ટીમ વિજેતા થયા હતા જેઓ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે.
ઓપન વયજુથની સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની ૧૨ ટીમો એમ કુલ ૧૪૪ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વીજતા થતા આ ટીમો રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જીલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.