દ્વારકામાં મહાશિવરાત્રી પહેલા જ યાત્રાધામ નજીક પૌરાણિક મંદિરમાં શિવલિંગ ગાયબ, પોલીસે તપાસ શરૂ કરી…

ક્રાઈમ સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :

મહાશિવરાત્રી પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે આવેલા એક પ્રાચીન શિવ મંદિરના ગર્ભગૃહમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

યાત્રાધામ હર્ષદના દરિયા કિનારા નજીક આવેલા અર્ધનારેશ્વર, શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રહેલ શિવલિંગ રાત્રે કોઈ શખ્સોએ ખંડિત કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. મંદિરમાં રહેલું પૌરાણિક શિવલિંગ તથા તેના થાલો અને દરિયામાં નાખી દેવાનો બનાવ બનતા ભારે ચર્ચા જાગી હતી

આ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ પી નિતેશ પાંડેની સૂચનાથી ડીવાયએસપી સાગર રાઠોડ અને પોલીસ કાફલો પહોંચી ગયો છે. આવતીકાલે શિવરાત્રી છે ત્યારે આવા બનાવથી ભારે ચર્ચા જાગી છે. આવારા તત્વનું કૃત્ય હોવાનું મનાય છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.