Home સૌરાષ્ટ્ર-કચ્છ લોકડાઉનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

લોકડાઉનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ખંભાળિયા: (કુંજન રાડીયા)

કોરોનાના લોક ડાઉનમાં હાલ છેલ્લા ઘણા સમયથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, ક્લાસીસ વિગેરે બંધ છે. ત્યારે બાળકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સમયના સદ્ઉપયોગ સાથે પોતાનામાં રહેલી સર્જન શક્તિ બહાર આવે તે માટે અહીંના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ અહીંની સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ઘર બેઠા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેલના માર્ગદર્શન મુજબ ખંભાળિયાના આસિસ્ટન્ટ કલેક્ટર ડી. આર. ગુરવની પ્રેરણાથી જિલ્લાના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા (વિડિયો), અને નિબંધ લેખન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ તમામ સ્પર્ધાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાભરમાંથી સપર્ધકો જોડાયા હતા. જેમાં પ્રાથમિક વિભાગના 178 વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગના 71 વિદ્યાર્થીઓ મળી, દ્વારકા જિલ્લાના કુલ 249 ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ કૃતિઓ માત્ર ઈ-મેલ અથવા વોટ્સએપ મારફતે જ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવવા આવી હતી.

અહીંના જિલ્લા કક્ષાએ આવેલી તમામ કૃતિઓ નિષ્ણાંત આચાર્યો તથા શિક્ષકો દ્વારા અવલોકન કરી, સ્પર્ધાની શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય એવી કૃતિઓ અલગ તારવવામાં આવી હતી. આ પ્રથમ ત્રણ ક્રમે આવનાર કૃતિઓના પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના અલગ અલગ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક વિભાગના અલગ અલગ વિભાગના વિજેતા જાહેર કરી, આ તમામ સ્પર્ધકોને અહીંની જાણીતી સેવા સંસ્થાન લાયન્સ ક્લબના પ્રમુખ ડૉ. શાલીન પટેલ દ્વારા શૈક્ષણિક કીટ પ્રોત્સાહક ઇનામ રૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષક વી.જે. કિરાતસાતા તથા જી. એચ. નકુમ સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here