જામનગરના ગામડામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ રૂબરૂ પહોંચી કરે છે સંવાદ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી સંવાદ કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે.

ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ્લાના રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઈ મંત્રીએ ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી તે દિશામાં આયોજન હાથ ધરી લોકોની સુવિધાઓમાં વધારો થાય પ્રકારે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે પણ લોકસંપર્કનું આયોજન કરવામાં આવે છે.