ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં હિન્દુ સેના દ્વારા યુવાનોને વિનામુલ્યે છાવા ફિલ્મ દેખાડવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની વીરતા અને શૌર્ય ગાથા સાથે બનાવાયેલ આ હિન્દી ફિલ્મ મેહુલ સીનેમેક્સ ખાતે યુવાનોને દેખાડવામાં આવી હતી.
આ તકે હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ ગૌરવ મહેતા, વિભાગ પ્રમુખ અશોક સોલંકી, જિલ્લા પ્રમુખ રોહિત ચૌહાણ,શહેર અધ્યક્ષ દિપક પીલાઈ, શહેર મંત્રી જીતુભાઈ ગાલા સહિતના હિન્દુ સેનાના હોદ્દેદારો ઉપરાંત જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ માં આ છાવા ફિલ્મનો ખાસ શો દેખાડવામાં આવ્યો હતો.
શોર્ય અને ઇતિહાસને પ્રદર્શિત કરતી છાવા ફિલ્મ યુવાનોને વિના મૂલ્ય દેખાડી યુવાનોમાં સંભાજી મહારાજની જેમ પરાક્રમી અને નીડરતા લાવી રાષ્ટ્ર ભક્તિ માટેનો અનોખો પ્રયાસ કરાયો છે અને હિન્દુ સેના દ્વારા આ છાવા ફિલ્મ કર મુક્ત કરવાની માગણી પણ કરવામાં આવી છે.