Home ધર્મ-આધ્યાત્મિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવ્યા નવા વેન્ટિલેટર મશીનો, સૌપ્રથમ કરાઈ પૂજાવિધિ…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવ્યા નવા વેન્ટિલેટર મશીનો, સૌપ્રથમ કરાઈ પૂજાવિધિ…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જ્યોતિ સી.એન.સી રાજકોટ દ્વારા ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલને વેન્ટિલેટર મશીન એનાયત કરાયા છે.આ પૂર્વે જામનગરના બી.એ.પી.એસ.શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂજન કરાયું હતું.

- Advertisement -

કોવિડ-19ની મહામારીથી સમગ્ર વિશ્વ સંક્રમિત છે ત્યારે સંક્રમિતોના સ્વાસ્થ્ય પૂર્વવત નિરામય બને તે માટે જ્યોતિ સી.એન.સી રાજકોટના પરાક્રમસિંહ જાડેજા દ્વારા જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલને ૨૦ સેટ વેન્ટિલેટર મશીન એનાયત કરવામાં આવ્યા હતા.

વેન્ટિલેટર મશીનો સર્વપ્રથમ બી.એ.પી.એસશ્રી સ્વામિનારાયણ મંદિરએ લઈ જવાયા હતા. જ્યાં હરિકૃષ્ણમહારાજની સમક્ષ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમજ શિવમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના સ્નેહલભાઈ ગોહેલ અને યશભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં શાંતિપાઠ અને પૂજન કરવામાં આવ્યું હતું. કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓનું સ્વાસ્થ્ય નિરામય બને તે માટે ધૂન કરવામાં આવી હતી.

પૂજા વિધિ બાદ આ તમામ વેન્ટિલેટર મશીનને દર્દીઓને સારવાર માટે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here