સ્વતંત્રતા પર્વે નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નડિયાદ :

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નડિયાદમાં ત્રિરંગો લહેરાવીને કરી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ પર લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા હતા.

સ્વતંત્રતાના આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યું છે.’ વડાપ્રધાને આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.