ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ગરવી ગુર્જર ધરાની જુનાગઢની ભૂમિ પર આવેલા ગિરનાર ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે ૧૧૧ સર્જકોની ૧૫૧ રચનાઓને, ગરવા ગિરનારના મહિમાને ઉજાગર કરતા પુસ્તક “મહિમાવંત ગિરનાર”માં સંપાદિત કરવાં બદલ ગિરનાર સાહિત્ય મંચના અધ્યક્ષ અને શબદ સાહિત્ય પરિવારના એડમિન દિલીપ ધોળકિયા “શ્યામ”ને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ ચૈતન ત્રિવેદી , ડૉ. પ્રદ્યુમન ખાચર, સુપ્રસિદ્ધ ગઝલકાર સતિન દેસાઈ, રૂપાયતન ના ટ્રસ્ટી હેમંત નાણાવટી, ગાંધીનગર સાહિત્ય સભાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ ડાભી, ગાંધીનગરના કર્મશીલ અને સંચાલક ભાનુપ્રસાદ દવે અને સંચાલક વિજય મહેતા ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી.
આ પ્રસંગે વિમોચિત થયેલ પુસ્તક “મહિમાવંત ગિરનાર”માં આપણાં જામનગરનાં જાણીતા કવિ, ગીતકાર અને શિક્ષક એવાં શૈલેષભાઇ પંડ્યા (નિશેષ)ની બે ગઝલનો સમિવેશ કરવામાં આવ્યો છે. એ જામનગર માટે ગૌરવ લીધા જેવી બાબત છે. સાથે સાથે આ પુસ્તકને WORLD BOOK OF INDIA RECORD માં પણ સ્થાન મળ્યું છે.
જેથી WORLD RECORD BOOK OF INDIAનાં પ્રતિનિધિ પાવન સોલંકી દ્વારા સૌ કવિઓનું મેડલ અને WORLD RECORDS INDIAનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.