ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
• પવિત્ર ચાલીહા મહોત્સવ દરમિયાન ઇષ્ટદેવ ની છબીને ક્ષતિ પહોચાડતા તત્વો વિરુદ્ધ રોષ ભભુક્યો છે.
જામનગર શહેરની બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટમાં આવત્તી સમગ્ર જિલ્લાની જનતા માટે રાખવામાં આવેલ પાણીના પરબ નજીક ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સાંઈબાબાની છબીમાં રાત્રે રોજીંદા સમયાંતર મુજબ વેપાર ધંધા કરી ઘરે ગયા બાદ 30 જુલાઈના સવારે માર્કેટના વેપારીઓ દ્વારા પોતાના રોજગાર ધંધે આવતા ક્ષતિ પોચાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર સિંધી ક્લોથ માર્કેટ સહિત સિંધી સમાજની લાગણી દુભાતા ભારે રોષ જોવા મળ્યો હતો.
બપોર બાદ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ફરી દબાણની ચર્ચાઓના ચકડોળે ચડી છે જે વિસ્તારમાં ફરી કોઈ આવારાતત્વો દ્વારા શાંતિ નો માહોલ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગત રાત્રે માર્કેટ બંધ કર્યા બાદ આવારા સામાજિક તત્વો દ્વારા નિંદનીય કૃત્ય આચવવામાં આવ્યું હોવાનું વેપારીઓ દ્વારા આક્ષેપ કરાયા છે. જેના અનુસધાનમાં બપોર બાદ આ બનાવ ને લઇ ઉગ્ર વિરોધ સાથે ઓચિંતા દુકાનો બંધ પાડી રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ વેપારીઓ પહોંચ્યા હતા અને આ કાવતરું કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
આ ઘટના ને લઇ સમગ્ર સિંધી સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હાલ માં ગત 16 જુલાઈ થી જ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીના પવિત્ર ચાલિહા મહોત્સવ 40 દિન ના અનુષ્ઠાનના આસ્થાના દિવસો ચાલી રહ્યા છે. આ દિવસો દરમ્યાન જ અનેક આસ્થાઓ સાથે અનેરી ધાર્મિક ભાવનાઓને આ પવિત્ર દિવસો માં જોડાયેલી હોય છે. તેવામાં ધાર્મિક લાગણી દુભાવવા ના સામે આવેલા આ કિસ્સાથી સિંધી સમાજ માં રોષ જોવા મળ્યો છે. અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. પ્રસાશન અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આવા તત્વોનું સરાજાહેર સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવી દાખલો બેસાડવાની માગ ઉંઠી છે.