જામનગરના ગુરુદ્વારામાં અનુયાયીઓ અને સહયોગીઓના સહકારથી હેવી સોલાર પેનલ લગાવી અનોખી પહેલ

ધર્મ-આધ્યાત્મિક સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના ગુરુદ્વારા મંદિરમાં ગુરુદ્વારા સિંગ સભાના સંગતના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટ નું હેવી સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખો નો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેનું સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચત નું અને રાષ્ટ્ર નિર્માણ માટે એક પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે, જેની સરાહના થઈ રહી છે.

જામનગર ગુરુદ્વારા સાહેબ મા ગુરુદ્વારા અને સંગત ના સહયોગ થી ૪૦ કિલો વોલ્ટ નું સોલર પેનલ ગુરુદ્વારા મંદિર પરિસરના છત પર લગાવવામાં આવ્યું છે.

વિજ બિલ થી રાહત થાય, અને સંસ્થા ટ્રસ્ટ ને વિજ બિલના નાણા ભરવા ન પડે, અને મોટી બચત થાય, તેમજ રાષ્ટ્ર ને સૌર ઊર્જા વધુ ઉત્પાદન કરવામાટે સહાયરૂપ થવાની ભાવનાથી સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જે આશરે ૧૫ લાખ રૂપિયા ખર્ચ થી સોલાર પ્લાન્ટ લાગવા માં આવ્યો છે.જેમાં ૭૩ નંગ સોલાર પેનલ છે અને પ્રત્યેક નંગ ૫૫૦ વોલ્ટ ના કુલ ૪૦ કિલો વોટ ના છે, અને પ્રતિ કિલો વોટ ૪ થી ૫ યુનિટ વીજળી ઉત્પાદન કરીને આપે છે.

આ સમગ્ર કામગીરી આદિત્ય એનર્જી કોર્પોરેશન વાળા અતુલભાઇ કોઠારી અને પારસભાઈ સિદ્ધપુરા તેમજ દીપકભાઈ જિલકા સ્ટ્રક્ચર વર્ક દ્વારા કરવામાં આવી છે. પીજીવીસીએલમાં શનિવારના દિવસે રજા હોવા છતાં પણ સેન્ટ્રલઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર અને જુનિયર ઈજનેર વિવેક શર્મા સ્થળ પર હાજર રહ્યા હતા, અને વીજ મીટર લગાવવામાં મદદરૂપ બન્યા હતા.

જામનગરના ગુરુદ્વારા સાહેબમાં દિવસ દરમિયાન કુલ ૧૬૦ થી ૨૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જે વિજ યુનિટ સોલાર પાવર જનરેટ થતાં ગુરુદ્વારાને વર્ષ દરમિયાન વીજ બિલ માટે પાંચ લાખ થી સાડા પાંચ લાખ રૂપિયાની બચત થશે. તેમજ તે ઉપરાંત ઉપયોગમાં લીધા બાદ અન્ય યુનિટ બચત કરતાં યુનિટ નું વિજ કંપની દ્વારા વળતર પણ મળવા પાત્ર થશે.

આમ સંસ્થા ટ્રસ્ટ દ્વારા પોતાના ગુરુદ્વારા ભવન માટે સૌર ઉર્જા સોલર પ્લાન્ટ નાખી ટ્રસ્ટના અને રાષ્ટ્ર ના વિકાસમાં ભાગીદાર બની અન્ય મોટી સંસ્થાઓ ટ્રસ્ટ અને ધાર્મિક સ્થાનો માટે ઉદાહરણ રૂપ બનીને “સોર ઊર્જા” થી ગુરુદ્વારા સિંઘ સભા જામનગર ટ્રસ્ટના હોદ્દેદારો અને સંગત ની આ અનોખી પહેલ ની પ્રશંસા થઈ રહી છે.