સૌપ્રથમ ડ્રોનથી શામળાજીના જંગલમાં 25 હજાર વૃક્ષારોપણ

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી :

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક પેડ મા કે નામ આપેલ સ્લોગન ને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત નવતર પ્રયોગ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણ ની જાળવણી માટે વન વિભાગ પાસેથી 5 હેક્ટર જમીન શામળાજી પાસે આવેલ વેનપુરના જંગલમાં લેવાઈ છે.

જ્યાં પ્રથમ વાર શામળાજી શીત કેન્દ્ર ખાતે સાબરડેરી ચેરમેન શામળભાઈ પટેલ ,મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી સી બરંડા, ડિરેક્ટર જયંતીભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે વૃક્ષારોપણ કર્યું હતુ.

શામળાજીના વેણપૂર જંગલમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ,ગુજરાત મિલ્ક ફેડરેશન અને સાબર ડેરી ચેરમેન શામળ ભાઈ પટેલ, ધારાસભ્ય પી સી બરંડા તેમજ સાબર ડેરીના નિયામક મંડળના ડિરેક્ટરો શામળભાઇ પટેલ ,કાંતિભાઈ પટેલ જશુભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રણવીર સિંહ ડાભી, ભિલોડા તાલુકાના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ સચીનભાઈ પટેલ, સાબરડેરી ના મેનેજીંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ, વિભાગીય વડાઓ, એચ.આર ડિપાર્ટમેન્ટના એન.એલ પટેલ, એમ.પી.ઓ.ના ડો.એમ.એન.પટેલ,ડો. જે કે પટેલ, ડો. ડી.ડી.પટેલ, ડો.જે.એન.પટેલ, વેટરનરીના ડો.પી.એસ.પટેલ તથા હરેશભાઈ પટેલ, અંકુર પટેલ સહિતના અધિકારીઓ તેમજ અરવલ્લી જિલ્લાના વન વિભાગના અધિકારીઓ અને સાબરકાંઠા જિલ્લાના વન વિભાગના અધિકારીઓ તેમજ કમૅચારીઓની ઉપસ્થિતિમાં શામળાજી શીતકેન્દ્રમાં સ્ટાફ મિત્રો દ્વારા ડ્રોનમાં અલગ અલગ જાત ના બિયારણ સાથે બનાવેલ સીડ બોલ દ્વારા ઊંચે ડુંગરો ની પહાડીઓ પર વૃક્ષારોપણ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો

ડ્રોન ટેકનોલોજી થી સિડબોલ દ્વારા વૃક્ષારોપણ આ પદ્ધતિ આ વિસ્તાર માં પ્રથમ વખત અપનાવવા માં આવી છે. સિડબોલ ની બનાવટ માં છાણ અને માટી ના બોલ બનાવી એમાં ફળાઉ વૃક્ષો અને ઇમારતી વૃક્ષો લીમડો સીતાફળ જેવા કે જે જંગલ માં ખાસ થતા હોય એવા બીજ ભેળવીને તૈયાર કરાયેલા સિડબોલ ને ડ્રોન માં ભરીને ડ્રોન જંગલ માં ઊંચે ઉડાડી જંગલ ના અલગ અલગ ભાગ માં સિડબોલ ફેકવામાં આવે છે અને વરસાદી ભેજ ના કારણે આ સિડબોલ દ્વારા વૃક્ષો ઉગશે અને સફળ વનીકરણ થશે આમ શામળાજી ના જંગલો માં 25000 સિડબોલનું ડ્રોન દ્વારા છુટા છુટા નાખીને વાવેતર કરાયુ છે.

ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આ નવતર પ્રયોગ ને આવકારી અભિનંદન પાઠવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા શામળાજી એમ.પી.ઓ ના ઇન્ચાર્જ હેમંત પટેલ અને એમ.પી. ઓ સ્ટાફ તથા વેટરનરી ઇન્ચાર્જ ડોક્ટર એસ જી પટેલ શામળાજી શિતકેન્દ્ર ના ઇન્ચાર્જ મહેશ પટેલ તથા તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.