સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને લઈને જી.જી. હોસ્પિટલમાં ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન ફળવાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બાળકો માટેના ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન તાકીદે પૂરા પાડ્યા છે

આ ઇંજેક્શન બાળકોના સમતોલ વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને તેની કોસ્ટ રૂપીયા ૨૫ લાખ જેટલી થાય છે જે સારવાર જરૂરીયાતમંદ બાળકોને જી.જી.હોસ્પીટલમાંથી વિનામુલ્યે મળશે

સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે હાલારના બંને જિલ્લાના બાળ દર્દીઓ માટે આ તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવતા સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.