ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહ માં લગ્નગથિથી જોડાયા બાદ સૌપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપત્તિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા.
જામનગર એરપોર્ટ થી બેન્ડ વાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર થઈ રિલાયન્સ ટાઉનશીપ પહોંચ્યા હતા. જામનગર પહોંચેલા અનંત અને રાધિકાના આગમન થતાં જ એરપોર્ટ પર શાસ્ત્રોક્ત વિધિ સાથે બ્રાહ્મણોએ સામૈયા પણ કરાવ્યા હતા. નવ જેટલી કુવારીકાઓ અને મહિલાઓ દ્વારા અનંત અને રાધિકાના સામૈયા પણ કરવામાં આવ્યા હતા. અને ખૂબ જ ટ્રેડિશનલ પરંપરા પણ અહીં જોવા મળી હતી.
જામનગર થી રિલાયન્સ તરફના રસ્તા પર અંબાણી નવદંપતી ને આવકારતા પોસ્ટર પણ લાગ્યા હતા અને ઠેર ઠેર આતશબાજી સાથે અંબાણી પરિવારના નવદંપતીને લોકો આવકારતાં સ્વાગત કરતા જોવા મળ્યા હતા.
જામનગર રિલાયન્સ ટાઉનશિપમાં લગ્ન બાદ સૌપ્રથમ પહોંચેલા અનંત અંબાણી અને રાધિકાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુષ્પવૃષ્ટિ સાથે આવકારવામાં આવ્યા હતા.
તસવીરો : મનસુખ રામોલિયા