ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારના લાડલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી લગ્નગ્રંથિથી જોડાયા બાદ સૌ પ્રથમ વખત આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે એરપોર્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
જામનગર એરપોર્ટ પર ઢોલ નગારા સાથે અંબાણી પરિવારના નવદંપતીને સત્કારવા યુવાનો ઝૂમતા પણ જોવા મળ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે પણ નવદંપતીને આવકારવા ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
એરપોર્ટ થી રિલાયન્સ તરફ જતા રસ્તા પર પણ અનંત અંબાણી અને રાધિકા અંબાણીને આવકારતા મિસ્ટર એન્ડ મિસિસ અંબાણી લખેલા કોન્ગ્રેચ્યુલેશન સાથેના પોસ્ટર લાગ્યા છે. આ ઉપરાંત રિલાયન્સમાં પણ સૌ પ્રથમ લગ્ન બાદ પધારી રહેલા અનંત અંબાણી અને તેમના ધર્મ પત્ની રાધિકા અંબાણીને અદકેરા સામૈયા સાથે વધાવવા માટે રિલાયન્સ ટાઉનશિપમાં પણ સોળે શણગાર સજાવવામાં આવ્યા છે. અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. પ્રી વેડિંગ બાદ આફ્ટર વેડિંગમાં પણ જાણે રિલાયન્સ અને રિલાયન્સની ટાઉનશીપ ફરી એકવાર ઝળહળતી જોવા મળી છે.
તસવીરો : મનસુખ રામોલિયા