નાગપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ :

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા નાગપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં રાજયભરમાં શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-ર૦ર૪ અંતર્ગત તારીખ : ર૮/૦૬/ર૦ર૪ના રોજ શ્રી નાગપુર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પી.જી.વી.સી.એલ.ના શહેર – 1ના કાર્યપાલક ઇજનેર કે. એમ. વાઘમશી તથા પી. એમ. ત્રિવેદી (પી.જી.વી.સી.એલ.) ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના બાળકો, બાલવાટીકાના બાળકો અને ધોરણ-૧ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. લાઈઝન ઓફિસર તરીકે સી.આર.સી સાજીતભાઈ સાથે રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો અને ગ્રામજનો પણ હોંશભેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હતા.