દ્વારકાના અમેઝિંગ ફન વર્લ્ડને ગુજરાતના બેસ્ટ થીમ પાર્કનો એવોર્ડ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :

યાત્રાધામ દ્વારકા નજીક નાગેશ્વર રોડ પર આવેલ અમેઝિંગ ફન વર્લ્ડને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ થીમ પાર્ક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

હાલારના દ્વારકામાં આવેલ અમેઝિંગ ફન વર્લ્ડ 2021થી લોકોને મનોરંજન સાથે ધાર્મિક વાતાવરણ આપવામાં આવી રહ્યું છે. જ્યાં અનેક સેહલાણીઓ વેકેશન ગાળવા તેમજ રજાઓની મજા માણવા આવી રહ્યા છે. જેને લઇને વિવિધ પેરામીટરમાં ખરા ઉતરેલા આ અમેઝિંગ ફન વર્લ્ડને તાજેતરમાં જ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એશિયા બિગેસ્ટ ટુરીઝમ એવોર્ડ 2024 અંતર્ગત બેસ્ટ થીમ પાર્ક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમેઝિંગ ફન વર્લ્ડ ના માલિક જસ્મીન પટેલને ખાસ આ થીમ પાર્કને બેસ્ટ થીમ પાર્ક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેને લઈને ટુરીઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા હાલારનું ગૌરવ વધ્યું છે. અને વધુ એક મોરપીંછ સમાન થાય એવોર્ડ યાત્રાધામ દ્વારકામાં આવેલા થીમ પાર્કને મળ્યો છે.