Home સૌરાષ્ટ્ર-કચ્છ શાપર વેરાવળમાં દૂધની ડેરીમાં બ્લાસ્ટ, બ્લાસ્ટથી આવા થયા હાલ

શાપર વેરાવળમાં દૂધની ડેરીમાં બ્લાસ્ટ, બ્લાસ્ટથી આવા થયા હાલ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગોંડલ: (ક્રિશ ટીંબડીયા)

પ્રચંડ ધડાકાથી આસપાસ ની દુકાનને પણ નુકસાન થયું દૂર દૂર સુધી અવાજ સંભળાયો

ઔદ્યોગિક વસાહત શાપર-વેરાવળમાં દૂધની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પોલીસ અને એફએસએલની ટીમે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળ મેઇન રોડ પર યોગી કોમ્પલેક્સ માં અમુલ દૂધ નું વેચાણ કરતાં નાનજીભાઈ લક્ષ્મણભાઈ લીમ્બાસીયા ની દૂધની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદ્નસીબે

નાનજીભાઈ દુકાન ખોલી મંદિરે દર્શન કરવા નીકળી ગયા હોય તેઓનો બચાવ થવા પામ્યો હતો સિલિન્ડર બ્લાસ્ટના કારણે આજુબાજુ ની દુકાને પણ નુકસાન પહોંચ્યું હતું પ્રચંડ ધડાકા નો અવાજ દૂર સુધી સંભળાય હોય લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા ઘટનાની જાણ પીએસઆઇ ગોહિલ ને થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એફએસએલ ટીમ બોલાવી વધુ તપાસ હાથ ધરી હતી. એફ એસ એલની પ્રાથમિક તપાસમાં સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાષ્ટ થયું હોવાનું તારણ બહાર આવ્યું છે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here