Home સૌરાષ્ટ્ર-કચ્છ ભાદર કાંઠે ગેરકાયદેસર ધમધમતા ધોલાઈ ઘાટ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

ભાદર કાંઠે ગેરકાયદેસર ધમધમતા ધોલાઈ ઘાટ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગોંડલ: (ક્રિશ ટીંબડીયા)

ગોંડલ અને જેતપુર તાલુકાના સીમાડે ભાદર ડેમના કાંઠે આવેલા લીલાખા શિવરાજગઢ અને વાળાસડાની સીમ પાસે આવેલ ગેરકાયદેસર ધોલાઈ ઘાટ પર મામલતદાર તંત્ર તૂટી પડયું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલની સૂચનાથી મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી, જેતપુર મામલતદાર તંત્ર સહિતનાઓએ ભાદર ડેમ કાંઠે આવેલ વાડાસડા ગામ ની સીમમાં રમેશભાઈ ભુપતભાઈ પંચમીયાની વાડી ની જગ્યા માં ઈકબાલ યુનુસ મકવાણા દ્વારા ગેરકાયદેસર સાડી ધોવાનું વોસર અને ધોલાઈ ઘાટ નું કામ કરવામાં આવી રહ્યું હોય સરકારી તંત્રે દરોડો પાડતાં પ્રદૂષણ ફેલાવતા એકમો જોવા મળતા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી એ ઉપરાંત વીજ જોડાણ પણ ગેરકાયદેસર લેવામાં આવ્યું હોય આ અંગે પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મામલતદાર કચેેરીમાંથી સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જગ્યાના ધોલાઈ ઘાટની મંજૂરી વર્ષ 2004માં જ નામંજૂર કરી નાખવામાં આવી હતી તેમ છતાં પણ અહીં ગેરકાયદેસર ધોલાઈ કામ ચાલી રહ્યું હોય અને કૂવા તથા બોરના પાણી કલર વાળા થઈ જતા વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જે અંગે આજે તપાસ કરાતા કીમતી મશીન મારી સાથેનો મુદ્દામાલ મળી આવવા પામ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here