ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા નાં લાલપુર માં ખનીજ ચોરીની ઉઠેલી વ્યાપક ફરિયાદો તથા થયેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતોને પગલે મામલતદાર કચેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, અને એક જે સી બી અને બે ટ્રક કબ્જે લેવામાં આવ્યા હતા.
લાલપુર પંથક મા વ્યાપક પ્રમાણ મા ખનીજ ચોરી ની ફરિયાદ ના પગલે મામલતદાર કેતન ચાવડા અને તેની ટીમ નાં નિલેશ બાવરિયા, બ્રિજેશ કણસાગરા, ભગીરથસિંહ જાડેજા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગઇકાલે જાહેર રજા નાં દિવસે અલગ અલગ સ્થળ પર રેડ કરવામાં આવી હતી.
આ દરમ્યાન પડાના વિસ્તારમાં મંજૂરી વગરની કુલ બે સાઇટ મા દરોડા પાડી ને ખાણ ખનીજ વિભાગને એહવાલ કરવામાં આવ્યો છે .જ્યારે ૧ જેસીબી તથા ૨ ટ્રક જપ્ત કરી પોલીસને સોંપવામાં આવ્યા હતા. તથા નાશી છુટેલા ૪ ટ્રક બાબતે નંબર નોંધી પોલીસ અધિક્ષક, જામનગર ને એહવાલ કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં મંજૂરી વગર બેરોકટોક થઈ રહેલી ખનિજ ચોરી બાબતે અંતે સફાળા જગેલા મામલતદાર કેતન ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવી છે. તે આગામી સમયમાં ચાલુ રહેશે? કે, પછી જૈશે થે…?!!