ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ નું ૮૨.૩૧% જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૯.૯૦% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨ .૮૮ ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ૬૪૦ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે” તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૩૭ વિદ્યાર્થી એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ માં ૧૩૪૩૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૧૩૩૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૬૪ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૬૪૦ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૧૯૯૮ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૨૫૦૮ વિધાર્થી અને બી-૨ માં ૨૬૩૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૨૨૨૦ વિદ્યાર્થી, સી-૨ માં ૯૩૮ વિદ્યાર્થી, ડી માં ૪૮ અને ઇ-૧ માં ૧૪૯૪ અને ઇ-૨ માં ૮૬૭ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને ૮૨.૩૧% પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ટકાવારી પ્રમાણે ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭% પરિણામ આવ્યું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨.૮૮% પરિણામ આવ્યું છે.