ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સોમનાથ :
ભારતમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. અને ભારતમાં ધર્મ પ્રત્યે રાજા રજવાડાઓથી માંડી શાસનકર્તાઓ અને નેતાઓ પણ આસ્થા સાથે ધર્મ અને આધ્યાત્મમાં જોડાયેલા રહ્યા છે. ત્યારે જામનગર અનેક સોમનાથના જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એક અજોડ અને અતૂટ શ્રદ્ધા સાથેનો રાજવી જામસાહેબનો નાતો રહ્યો છે.
11, મે-1951નાં રોજ અંદાજીત 09.46નાં સમયે ભારત દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનાં વરદ્દ્ હસ્તે સરદાર વલ્લ્ભભાઈનાં સંકલ્પ દ્વારા પુનઃ નિર્મિત શ્રી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.
સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના પ્રથમ દાત્તા જામનગરના નરેશ જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા ઓફ નવાનગર હતા અને શિખર પર સોના નો ઢોળ ચઢવવામાં આવ્યો હતો. કળશ પ્રતિષ્ઠા સ્થાપિત પણ આ તકે પોતાના વરદ્ હસ્તે કરવામાં આવેલ છે.
12 જ્યોતિર્લિંગ માં પ્રથમ ગણાતા સોમનાથ મંદિર ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા ઓફ નવાનગર હતા. અને તેઓના અવસાન બાદ રાજમાતા ગુલાબકુંવરબાએ જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીની સ્મૃતિમાં દિગ્વિજય દ્વાર બંધાવી આપેલ જે આજ પણ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે.