સરકારી યોજનાઓને બિઝનેસ સંવાદથી લોકો સુધી પહોંચાડવા બેંક ઓફ બરોડાએ મિટિંગ યોજી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારત ની આંતરરાષ્ટ્રિય બેંક, બેંક ઓફ બરોડા દેશમાં વિશાળ બ્રાન્ચ, એ.ટી.એમ તથા બી.સી નેટવર્ક ધરાવે છે. કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ અને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવા તથા શહેર એવમ ગ્રામીણ ક્ષેત્રો માં પોતાના ગ્રાહકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોચાડવા ના ઉદ્દેશથી બિઝનેસ કોરસપોન્ડન્ટ સાથે બેંક ઓફ બરોડા ના રિજ્યોનલ મેનેજર એ બેઠક યોજી સંવાદ કર્યો હતો.

આ તબક્કે બેંક ઓફ બરોડાના રીજયોનલ મેનેજર ચંદનસિંગ, ડેપ્યુટી રીજ્યોનલ મેનેજર નવી શાહા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.