ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઇમ કરતા તત્વો હવે બેફામ બન્યા છે અને રાજકીય નેતાઓના એકાઉન્ટ હેક કરવા અને ડમી એકાઉન્ટ બનાવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના વધુ એક કેબિનેટ મંત્રી નું ફોટા સાથેનું ડમી એકાઉન્ટ સામે આવ્યું છે. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના નામનું facebook એકાઉન્ટ દ્વારા બનાવવામાં આવ્યું હોય તેમ સામે આવ્યું છે. ફોટા સાથેના facebook એકાઉન્ટથી અનેક લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી બાદમાં મેસેન્જર મારફતે સીઆરપીએફના જવાન ના ટ્રાન્સફરને લઈને ભલામણ કરી તેમના ફર્નિચર અને સામગ્રી ખરીદવા માટે લોકોના નંબર મેળવવામાં આવી રહ્યા હોય તે વિગત પ્રકાશમાં આવી છે.
આ સમગ્ર ઘટનાને લઈને મંત્રી રાઘવજી પટેલના ડમી facebook એકાઉન્ટ ના મુદ્દે વિધિવત સાઈબર ક્રાઇમ માં જાણ કરાય છે અને ટૂંક સમયમાં જ ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતા છે. ત્યારે હાલ તપાસ શરૂ થઈ હોય તેવા અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.