ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :
લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં અનેક મહાનુભાવો એ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 12 લોકસભા બેઠક વિસ્તારમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા ખાતે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના પરિમલભાઈ નથવાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા ખાતે આવેલ તાલુકા પંચાયત નજીકના મતદાન મથક ઉપર ખંભાળિયાના વતની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ લોકસભાની ચૂંટણીમાં પોતાનું મતદાન કર્યું હતું. મતદાન કરતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, તમામ લોકોએ પોતાના મનગમતા ઉમેદવારને મતદાન અવશ્ય કરવું જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા મતદાન આવશ્યક છે.