છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રણામી ધર્મના વડા 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજે કર્યું મતદાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

છોટીકાશી ગણાતા જામનગરમાં અનેક ધર્મસ્થાનો આવેલા છે. જે ધર્મસ્થાનોના વડાઓ ધાર્મિકની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ સદા અગ્રેસર હોય છે. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જામનગરમાં આવેલ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના ગાદીપતિ સંતો મહંતો સાથે મતદાન ની ફરજ નિભાવવા મતદાન મથકે પહોંચ્યા હતા.

જામનગરના સંતો મહંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જામનગર માં આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજ સંતો મહંતો સાથે ખંભાળિયા નાકા બહાર આવેલ સુધરાઈના ડેલામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. જ્યાં ધર્મ ગુરુએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને દેશ હિતકાજે અને સનાતન ધર્મના રક્ષણ કાજે પોતાના મનપસંદ યોગ્ય ઉમેદવારને મતદાન કરવા અપીલ કરી હતી.