ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક જામનગર :
લોકસભાની ચૂંટણીના પ્રચાર બાદ ચૂંટણીના પૂર્વ સંધ્યા એ જ ભાજપના બાળ લોકસભા બેઠકના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ ધર્મ સ્થળોની મુલાકાતે પહોંચ્યા હતા. જામનગરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ સાથે હળવા પ્રેમાળ ભર્યા વાતાવરણમાં બાળકો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના આચાર્યોને પણ રૂબરૂ મળી આશીર્વાદ મેળવ્યા હતા.
છોટીકાશી ગણાતા જામનગરમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પ્રચાર પડઘમ શાંત થતાં ઉમેદવારો અંતિમ ડોર ટુ ડોર પ્રચાર માટે જતા હોય છે ત્યારે જામનગરના સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ મતદાનની પૂર્વ સંધ્યાએ જ મંદિરોમાં પહોંચ્યા હતા. જામનગરની ભાગોળે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી સ્થાનિક હરિભક્તો સાથે અને ભૂલકાઓ સાથે હળવાશ પર્યા વાતાવરણમાં વાતચીત કરી હતી.
જામનગરમાં આવેલ મોટી હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પુ.પા.ગૌ. હરીરાયજી મહોદયના પરિવાર સમક્ષ ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ રૂબરૂ પહોંચ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, આ મુલાકાત પહેલા જ મોટી હવેલીના હરીરાયજી મહોદય અને વલ્લભરાયજી મહોદયે થોડા સમય પહેલા પૂનમબેન ને જંગી બહુમતીથી જીતાડવા ભાજપ તરફી મતદાન માટે ખાસ અપીલ પણ કરી હતી.