Home ગુજરાત ધુળેટીપર્વે હથિયા ટ્રેક્ટરમાં ગામની પ્રદક્ષિણા થાય છે, જાણો આવી છે માન્યતા

ધુળેટીપર્વે હથિયા ટ્રેક્ટરમાં ગામની પ્રદક્ષિણા થાય છે, જાણો આવી છે માન્યતા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પર્વમાં બળદોની સંખ્યા ઓછી હોઇ શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથિયાઓ કાઢવામાં આવ્યા હતા. અને પરંપરાગત ગામ પ્રદક્ષિણામાં સમગ્ર ગામ ઉમટ્યું હતું .

- Advertisement -

રાજપુર ગામમાં લેઉવા પાટીદારો , ઠાકોરો , હરિજનો સહિત ૨૫૦૦ની વસતી ધરાવતાં ગામમાં ૪૫૦ વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઇ હતી . ત્યારથી દર ધૂળેટીએ એકત્રિત થતાં ગામલોકો પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઊજવતાં હોય છે . જેમાં ધૂળેટીના દિવસે સવારે બહુચરમાતાના મંદિરમાં ગામલોકો ઉમટ્યા હતા જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.બાદ માં બપોરે ૩ વાગ્યે સમસ્ત ગામના લોક મેળાવડાની રંગત જામી હતી .આ મેળાવડા બાદ સાંજે ૪ – ૩૦ કલાકે બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો .

આ હાથિયો છેલ્લા – ૪૪૦ વર્ષથી બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાતી હતી . પરંતુ સમય જતાં બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી છે. બળદોની સંખ્યા ઓછી થઇ છે અને બળદોના અભાવના કારણે હાથિયો છેલ્લા 15 વર્ષથી ચાર ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે . મંગળવારે ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટથી શણગારવામાં આવી હતી.

ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા . મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here