ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
૧૨- જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ને ચોમેરથી પ્રચંડ આવકાર રહ્યો છે, ત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજ દ્વારા પણ મોટું જન સમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમ ને સતત ત્રીજી ટર્મ માં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે.
ગુજરાત રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યભાઈ સોલંકી કે જેઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ કર્યો છે. તેઓ દ્વારા જામ રાવલ, જામજોધપુર અને કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય વિશ્વાસ સભાઓ ગજવી હતી. પ્રત્યેક સ્થળે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ- બહેનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડની સાથે વિજેતા બનાવવા કૃતનિશ્ચયી થયા હતા.
દિવ્યેશભાઈ સોલંકી દ્વારા બંને જિલ્લામાં ઝંઝાવતી પ્રવાસ કરવામાં આવ્યો છે, જેઓની સાથે કોળી સમાજના અન્ય મહાનુભાવો અને બંને જિલ્લાના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને પૂનમબેન માડમને જંગી અને ઐતિહાસિક લીડ સાથે જીતાડવા માટેનો સંકલ્પ થઈ રહ્યો છે.
-
ગુજરાત રાજ્યના મંત્રી પુરૂષોત્તમભાઈ સોલંકી ના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીએ જામ રાવલ- જામજોધપુર અને કાલાવડમાં જંગી જાહેર સભાઓ ગજવી