ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક જામનગર :
૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં ૯૦૦ થી વધુ બાઇક સવાર કાર્યકરો જોડાયા : બાઈક રેલીના સમગ્ર રૂટ પર સાંસદ પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન સાથે આવકાર: કુમકુમ તિલક- પુષ્પવર્ષા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત : ચૂંટણી આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન જાળવવામાં પુનમબેન માડમ અવ્વલ ઐતિહાસિક કહી શકાય તેવા મેગા રોડ શો દરમિયાન માઇક પર જાહેરાત કરીને ૧૦.૦૦ ના ટકોરે લાઉડ સ્પીકર બંધ કરાવી અનુશાસન જાળવ્યું
જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં ગઈકાલે ૭૮- વિધાનસભા વિસ્તારમાં ભવ્ય બાઈક રેલી સાથે નો રોડ શો યોજાયો હતો, જેમાં સમગ્ર રેલીના રૂટ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ ને ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરી કુમકુમ તિલક તેમજ ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સાંજે ૬.૦૦ વાગ્યાથી મોડી રાત્રે ૨.૦૦ વાગ્યા સુધી જામનગર માટે ઐતિહાસિક કહી શકાય એવા ભવ્ય રોડ શો માં ઉમેદવાર પૂનમબેન માડમ ને ભવ્ય આવકાર સાથે પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.
જામનગર ૭૮- વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલય થી બાઇક રેલી સાથેના ભવ્ય રોડ શો નો પ્રારંભ થયો હતો. જે ૮૦ ફૂટ રિંગ રોડ, દિગજામ ઓવર બ્રિજ, મહાકાળી સર્કલ, બાલાજી પાર્ક, તિરુપતિ મહાદેવ મંદિર, બેડી રીંગરોડ, હનુમાન ટેકરી, ત્યારબાદ વોર્ડ નંબર પાંચમાં નીલકમલ ચોકડી, જય ભગવાન સોસાયટી, સત્ય સાંઈ રોડ, વાલ્કેશ્વરી નગરી, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક, વોર્ડ નંબર ત્રણ ના ડીકેવી રોડ, હિંમતનગર, વિકાસ ગૃહ રોડ, ભુતિયા બંગલા થઈ બોર્ડ નાં ૨ ના બળિયા હનુમાન મંદિર, ગાંધીનગર, અન્નપૂર્ણા ચોક, આશાપુરા માતાજી મંદિર, રામેશ્વર ચોક થઈ વોર્ડ નંબર ૪ ના પટેલ વાડી, માતૃ આશિષ સોસાયટી, ગાયત્રી ચોક, ભીમ વાસના ઢાળીયે થઈને વોર્ડ નંબર ૧૦ ના સ્મશાન ચોકડી, વોર્ડ ના ૧૧ ના રંગમતી, રવિ પાર્ક અને ગુલાબ નગર વિસ્તારમાં રાત્રિના બે વાગ્યે પરિપૂર્ણ થઈ હતી.
સમગ્ર બાઈક રેલી ના રૂટમાં સાંસદ પૂનમબેન માડમ માટે નો વિશેષ રથ તૈયાર કરાયો હતો. જે રથમાં ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ઉપરાંત જે તે વિસ્તારમાંથી બાઈક રેલી પસાર થાય, તે વિસ્તારના કોર્પોરેટરોને સાથે જોડવામાં આવ્યા હતા, અને ક્રમશ કોર્પોરેટર ની અદલા બદલી કરવામાં આવી હતી.
જે ભવ્ય રોડ શો દરમિયાન ઠેર ઠેર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમનું પુષ્પવૃષ્ટિ કરીને, તેમજ કુમકુમ તિલક કરીને, અને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું, અને પ્રત્યેક સ્થળે પૂનમબેન માડમને પ્રચંડ આવકાર મળ્યો હતો. જે ભવ્ય રોડ શો નિહાળીને જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ નો વિજય નિશ્ચિત હોય તેવું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.
બાઈક રેલીમાં જામનગર શહેર ભાજપના આગ્રણીઓ, કોર્પોરેટરો, તેમજ ૯૦૦ થી વધુની સંખ્યામાં જુદા જુદા વોર્ડના કાર્યકરોએ બાઇકમાં પોતાના હાથમાં ભાજપના ઝંડા, કેસરી ખેસ, માથે કેસરી ટોપી પહેરીને તેમજ કમળના કટઆઉટ સાથે રાખીને ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ડીજેના તાલે ‘અબકી બાર, ૪૦૦ પાર’ અને ‘ફિર એક બાર, મોદી સરકાર’ ના પ્રચંડ નારાઓ ગજવ્યા હતા. ભારત માતાકી જય ઘોષ સાથે સમગ્ર રેલીના રૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.
જામનગરના ઉતર -૭૮ વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી વિશાળ બાઇક રેલીમાં જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમની સાથે ભારતીય જનતા પાર્ટી ના જામનગર મહાનગર ના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા અને મેરામણભાઇ ભાટુ, ૭૮- વિધાનસભા વિસ્તારના પ્રભારી સુરેશભાઈ વસરા, ૭૮- વિધાનસભા વિસ્તારના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, ડિસ્ટ્રીક કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તેઓની સાથે જામનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને ગોવા શિપ યાર્ડ ના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પવનહંસ ના ડાયરેક્ટર અમીબેન પરીખ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી,ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયરો ડો. અવિનાશભાઈ ભટ્ટ, સનતભાઈ મહેતા, દિનેશભાઈ પટેલ, હસમુખભાઈ જેઠવા, બીનાબેન કોઠારી તથા શહેર સંગઠનના પૂર્વ મહામંત્રીઓ, પૂર્વ ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ૭૮- વિધાનસભા વિધાનસભા વિસ્તાર હેઠળના તમામ કોર્પોરેટરો, ૭૮ – વિધાનસભા વિસ્તારના તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રી અને પ્રભારીઓ, બુથ પ્રમુખ સહિતના હોદ્દેદારો, શહેર ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ- મહામંત્રી સહિતના અન્ય હોદ્દેદારો તેમજ શહેરની વિવિધ જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ, ૭૮- વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ૭૮- વિધાનસભા વિસ્તારના કાર્યાલય મંત્રી કેતનભાઇ જોશી, તેમજ સંજયભાઈ મકવાણા એ કરી હતી.