ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના બેડી માંથી પાકિસ્તાની જાસૂસીની શંકાને લઈને એક શખ્સને ATS ની ટીમે દબોચી વિધિવત્ ધરપકડ કરી છે. બેડીના મોહમદ સક્લીન થૈઇમ નામના શખ્સને ATS એ દબોચ્યો છે. મોહમદના નામનું મોબાઈલ સિમ પાકિસ્તાનમાં એક્ટિવ થયું હતું. જેની તપાસમાં બહાર આવ્યા પ્રમાણે વોટ્સએપ સંદેશાઓમાં ઉપયોગમાં લેવાયાના પુરાવા પણ મળ્યા છે.
મોહમદે કાર્ડ કઢાવી ભારતીય નાગરિક બનેલ મૂળ પાકિસ્તાની અને હાલ આણંદ રહેતા લાભશંકર મહેશ્વરીને મોકલાયું હતું. જેનો ઉપયોગ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના પરિવારોની જાસૂસીનો ચોકાવનારો આરોપ લાગ્યો છે.
હાલ આ શખ્સને ગુજરાત ATS દ્રારા કોર્ટમાં રજૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી પર કરવામાં આવી છે.