Home ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ લગભગ પૂર્ણ, કેવો રહ્યો માહોલ જુઓ રસપ્રદ તસ્વીરો

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ લગભગ પૂર્ણ, કેવો રહ્યો માહોલ જુઓ રસપ્રદ તસ્વીરો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: (નિરવ જોશી)

ગુજરાતના આંગણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોંઘેરા અને યાદગાર મહેમાન બનવા ગણતરીના કલાકોમાં જઇ રહ્યા છે ત્યારે www.khabarconnect.com ના વરિષ્ઠ સંવાદદાતા નિરવ જોષીએ અમદાવાદના અલગ અલગ રૂટ પર પ્રવાસ કરીને કેવો રોમાંચક માહોલ છે એ નજરે નિહાળ્યો.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આશરે સાડા ત્રણ કલાક અમદાવાદના આંગણે મહેમાન બનીને નવનિર્મિત મોટેરા કિક્રેટ સ્ટેડિયમ માં પધરાવાના છે જ્યાં તેમનું ભવ્ય અભિવાદન થવાનું છે. આ માટે સ્ટેડિયમને આસપાસ અને અંદર બધી તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી.
રવિવારની પુર્વસંધ્યાએ મોટેરાવાસીઓેએ અલગ અલગ ગેટ પાસે તૈયારીઓને જોવા માટે રીતસરનો ધસારો કર્યો હતો જે આપ દ્રશ્યમાં જોઇ શકો છો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતી વ્યંજનો જેવા કે ખાંડવી, ઢોકળાં,ખમણ, પાત્રા, સેવખમણી તેમજ બીજી ચટાકેદાર વાનગીઓ કેવી પિરસવામાં આવશે તેનો નજારો પણ અમદાવાદની જાણીતી ખમણ માટેની જાણીતી દુકાન દાસના ખમણે તેની લિજ્જતદાર વાનગીઓ ઉત્સાહભેર મિડીયાને દર્શાવી હતી, જો કે ટ્રમ્પને માટે વાનગીએ કોઇ ફાઇવસ્ટારના રસોઇયાઓ તૈયાર કરીને પીએમ મોદી અને ટ્રમ્પને ભાવથી જમાડશે.
ટ્રમ્પને ગુજરાતનું લોકનૃત્ય ગરબાને દર્શાવા માટે તપોવન નામની જાણીતી સંસ્થા તેમજ અમદાવાદની મ્યુનસિપાલટી શાળાના વિદ્યાર્થીઓ ગરબા સ્ટેજ પર દર્શાવીને તેમનું મન આકર્ષવાનો પ્રયાસ કરશે.
સોમવારે ટ્રમ્પનું કેવું શિડ્યુલ રહેશે તે પણ આપ આ ઓફિશિયલ વોટસઅપ મેસેજ પરથી જાણી શકો છો.
હવે એ જોવાનુે રહેશે કે જગત જમાદાર તરીકે ઓળખાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતના આંગણે આપણા દેશના વડાપ્રધાન મોદી કેવું ભવ્ય અને યાદગાર સ્વાગત કરીને તેને ઐતિહાસિક બનાવશે.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here