Home ગુજરાત જાણો, ઝાલાવાડ યોગ સમિતિએ કયા આસનનો વર્લ્ડ રેકોર્ડ કર્યો?

જાણો, ઝાલાવાડ યોગ સમિતિએ કયા આસનનો વર્લ્ડ રેકોર્ડ કર્યો?

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ઝાલાવાડ: (નિરવ જોશી)

ગુજરાત રાજ્ય_યોગ_બોર્ડ તેમજ ઝાલાવાડ યોગ સમિતિ દ્વારા ઝાલાવાડ ખાતે ત્રિદિવસીય યોગ શિબિર નો યોગસેવક શીશપાલજી, (ચેરમેન – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ), સુરેન્દ્રનગર સાંસદસભ્ય મહેન્દ્રભાઈ મુંઝપરા, સુરેન્દ્રનગર ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, તેમજ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી ના શુભ હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ પ્રસંગે સવારે 6:00 વાગે આશરે 5000 થી વધુ લોકોએ સતત 3 મિનિટ 16 સેકન્ડ સુધી તાડાસન કરી નવો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.જામભા ઝાલા, કિશોરસિંહ ઝાલા તેમજ સમસ્ત ફેડરેશન , પતંજલિ પરિવાર, આર્ટ ઓફ લિવિંગ, આર્ય સમાજ, બ્રહ્મકુમારીઝ, લકુલીશ યોગ યુનિવર્સિટી, ગાયત્રી શક્તિપીઠ, યુવારન ફાઉન્ડેશન, આયુષ મંત્રાલય તેમજ અન્ય સંસ્થાઓ ઉપસ્થિત રહી સમગ્ર ઝાલાવાડ ને યોગમય બનાવવાના સંકલ્પ લીધો હતાં..

ઝાલાવાડના નાગરિકોનાં અભૂતપૂર્વ સહકારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ ઝાલાવાડ યોગ સમિતિ દ્વારા આયોજિત યોગશિબિર માં સતત 3 મિનિટ 16 સેકન્ડ સુધી તાડાસન કરી ઝાલાવાડ માં નવો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નાં પ્રતિનિધિઓએ યોગસેવક શીશપાલજી (ચેરમેન- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ) તેમજ ઝાલાવાડ ફેડરેશન સહીત સહુને સત્તાવાર પ્રમાણપત્ર સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here