Home ગુજરાત યાયાવર જાતિઓની વિશ્વમાં વર્તમાન પરિસ્થિતિ જાણવા માટે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સંમેલન

યાયાવર જાતિઓની વિશ્વમાં વર્તમાન પરિસ્થિતિ જાણવા માટે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સંમેલન

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: (નિરવ જોશી)

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

- Advertisement -

PM મોદીએ કહ્યું હતું કે પ્રાચીનકાળથી વન્ય જીવોનું સંરક્ષણ અને આવાસ ભારતની સાંસ્કૃતિક નીતિનો હિસ્સો રહ્યા છે, જે કરુણાભાવ અને સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આગામી ત્રણ વર્ષ સુધી આ સંમેલનનું અધ્યક્ષપદ ભારત સંભાળશે ત્યારે તેમણે ભારતના કેટલાક પ્રાથમિકતાના ક્ષેત્રો વિશે પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે એક દેશથી બીજા દેશ અને એક ખંડથી બીજા ખંડનો પ્રવાસ કરનારા આવા યાયાવર પક્ષીઓ દેશ-દુનિયાને એકબીજાથી જોડે છે. આવા જીવો અને વન્યજીવના સંરક્ષણ માટે એક થઇને સહિયારા પ્રયાસો કરવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતું.

કેન્દ્રીય પર્યાવરણ,વન અને કલાઇમેટ ચેન્જ મંત્રી પ્રકાશ જાવડેકરે આ પ્રસંગે વિશ્વભરમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓને આવકારીને સમિટની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here