જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ફિલ્મ અભિનેત્રીની ઉપસ્થિતિમાં રંગા-રંગ સમારોહ યોજાયો..

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

હાલાર પંથકના પ્રજાવત્સલ સાંસદ પૂનમબેનમાડમની પ્રેરણાથી યોજાયેલ જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય સમાપન સમારોહ 9 માર્ચ 2024, શનિવારની સાંજે પ્રદર્શન મેદાન, જામનગર ખાતે યોજાયો હતો.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયાના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024ને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.

સમાપન કાર્યક્રમ સમારોહમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર જીગરદાન ગઢવી અને RJ દેવાંગની હાજરીમાં કલ્ચરલ ઈવેન્ટ યોજાયો. આ ઉપરાંત પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ સમાપન સમારોહ દરમિયાન ખેલ મહોત્સવ ની ફાઇનલ ક્રિકેટ મેચ પણ રમાઈ. જેમાં ઓખામંડળ દ્વારકેશ અને રામ 11 ગડું ટીમ વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો. આમ પૂનમબેનમાડમની ખેલ મહોત્સવની પહેલને જામનગર લોકસભા મતવિસ્તારની જનતાનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.

સાંસદ ખેલ મહોત્સવ-2024માં વિજેતા થનારા ખેલાડીઓને સાંસદ પૂનમબેન માડમના હસ્તે સર્ટીફીકેટ અને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત આ કાર્યક્રમના સૌનો ઉત્સાહ વધારવા તથા જામનગરવાસીઓના મનોરંજન માટે ભવ્યાતિભવ્ય આતશબાજી અને રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું.

આ વખતે આ મહોત્સવમાં વિવિધ વયજૂથના 82,000 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રેકોર્ડ બ્રેક 382 જેટલી ટીમો સહભાગી બની હતી.

આ મહોત્સવમાં કબડ્ડી, એથ્લેટિક્સ, ખો-ખો, વોલીબોલ જેવી રમતોની સાથે- સાથે પરંપરાગત રમતો જેવી કે, રસ્સાખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.આ ખેલ મહોત્સવમાં સ્પર્ધાઓનું ગ્રામ્યકક્ષા, શાળાકક્ષા, તાલુકાકક્ષા, ઝોનકક્ષા તેમજ લોકસભા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંસદ પુનમબેન માડમ, મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી,  ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા,  મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના  મહાનુભાવો એ ઉપસ્થિત રહ્યા હતાં.