જામનગરનાં તબીબ દંપતિની પુત્રી યશ્વી સાતાએ MBBS માં 9 ગોલ્ડમેડલ સહિત 11પુરસ્કાર મેળવ્યા…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરનાં તબીબ દંપતિની પુત્રીએ જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. યશ્વી સાતાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ સહિત 11 પુરસ્કાર એનાયત થશે.

રાજકોટમાં આગામી 10 માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની યશ્વી સાતાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ સહિત 11 પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યશ્વીનાં પિતા ડો. વિજય સાતા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં ઓર્થોપેડીક વિભાગનાં વડા તરીકે સેવારત છે, જ્યારે માતા ડૉ. નીતાબેન (માંઢાઈ) સાતા ગાયનેકોલોજીસ્ટ છે.

યશ્વી એ માતા-પિતાનાં પગલે ચાલી તબીબી અભ્યાસક્રમમાં ઉત્તમ પ્રદર્શન દેખાડી સાતા પરીવાર ઉપરાંત સમગ્ર જામનગર શહેરનાં ગૌરવમાં પણ વધારો કર્યો છે. ત્યારે યશ્વી અને તેના માતા-પિતાને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.