Home ગુજરાત પંચમુખી હનુમાનજી મંદિરે નર્મદાગીરીજી મહારાજની 13મી પુણ્યતિથિએ આવો ભક્તિ સભર માહોલ રહ્યો

પંચમુખી હનુમાનજી મંદિરે નર્મદાગીરીજી મહારાજની 13મી પુણ્યતિથિએ આવો ભક્તિ સભર માહોલ રહ્યો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

પાટણના નગરજનોના આસ્થાના પ્રતિક સમા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નર્મદા ગીરીજી મહારાજ ની ૧૩ મી વાર્ષિક પુણ્યતિથિ ભક્તિમય માહોલ વચ્ચે ઉજવવામાં આવી હતી.

- Advertisement -

બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નર્મદા ગીરી મહારાજ ની સમાધિ સ્થાનકે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી.મંદિરના સેવક ગણ દ્વારા સમગ્ર પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર પરિસર તેમજ બ્રહ્મલીન શ્રી નર્મદા ગીરીજી મહારાજ ની સમાધિ સ્થાનકને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દૂરદૂરથી પંચમુખી હનુમાનજી મહારાજના સેવકો પોતાના પરિવારજનો સાથે બ્રહ્મલીન શ્રી નર્મદા ગીરીજી મહારાજ ની સમાધિ સ્થાનકે પધારી પુષ્પાંજલિ સમર્પિત કરીને રૂડા આશીર્વાદ મેળવ્યા હતા.

પંચમુખી હનુમાનજી મંદિર પરિસર ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નર્મદા ગીરી મહારાજ ની ૧૩ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દૂરદૂરથી પધારેલા સેવકગણ સહિત પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા માટે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પરિસરના સેવકો દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જેનો તમામ ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તો પંચમુખી હનુમાનજી મંદિર પરિસરના પ્રવેશ દ્વાર પાસે શ્રી વેરાઈ ચકલા યુવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બ્રહ્મલીન શ્રી પરમ પૂજ્ય શ્રી નર્મદા ગીરી મહારાજ ની પુણ્યતિથિ નિમિત્તે ફ્રુટના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાત્રે મંદિર પરિસર ખાતે પાટણના સ્થાનિક કલાકારો દ્વારા ભક્તિ સંગીતના સૂરો સાથે ડાયરાની રમઝટ બોલાવી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નર્મદા ગીરીજી મહારાજ ને શ્રદ્ધા સમર્પિત કરીને પ્રસંગને દીપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here