ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પી.સી.અને પી.એન.ડી.ટી.એકટ- 1994 અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટે મળેલી અરજીઓ અને તેને બહાલી આપવા વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાતિ પરિક્ષણ દ્વારા આ એક્ટનો ભંગ થતો હોય તો તેની માહિતી મેળવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસરઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીગણ તેમજ સમિતિના અન્ય સદયઓ ઉપસ્થિત રહ્યા હતા.