DDO વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, ઈ.એમ.ઑ., તાલુકાના આરોગ્ય અધિકારીઓ, ડી.પી.સી. આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહયા હતા.