ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા આ સંસદ ખેલ મહોત્સવમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 384 ટીમો ભાગ લઈ રહી છે. 45 દિવસ માટે જામનગરમાં યોજાયેલા આ મહોત્સવ ગુજરાતમાં સૌ પ્રથમ 384 ટીમો ભાગ લઈ રહી છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવના દબદબાભેર થયેલા પ્રારંભે સંસદ સભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યુવાનોમાં ખેલના માધ્યમથી તંદુરસ્ત અને પ્રતિભાશાળી બનાવવાના પ્રયાસોને સુદ્રઢતાથી મજબૂત બનાવવા લોકોને આહવાન કર્યું છે. યુવાનોની સાથે યુવતીઓ પણ ખેલ ક્ષેત્રે આગળ આવી કદમથી કદમ મિલાવી નવા સોપાનો સર કરવા આહવાન કર્યું હતું.
પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ જૂની પૌરાણીક રમતોમાં ભાગ લેવા લોકોને કરવામાં આવી છે. જામનગરમાં ગ્રામ્ય કક્ષા બાદમાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ લીંબુ ચમચી, કબડ્ડી, સંગીત ખુરશી સહિતની વિવિધ રમત ગમત માં ભાગ લેવા માટે રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા સહયોગથી ખાસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેનો સાંસદ પૂનમબેન માડમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગરના સાંસદ પૂનમબેન ખેલકૂદના વાતાવરણને પ્રોત્સાહિત કરવા તથા દરેક લોકોને તંદુરસ્ત જીવનશૈલી વિશે જાગૃત બને તે હેતુસર જામનગર અને દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલું છે જેમાં આ ખેલ મહોત્સવ જન મહોત્સવ બને તેવું પણ આહવાન કર્યું છે.
આગામી 3 માર્ચે જામનગરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે જેમાં ખેલ કુદ ક્ષેત્રના અગ્રણીઓ લાવવામાં આવશે. તેમ પણ પૂનમબેન માડમે જણાવ્યું હતું.