લંડનમાં ભારતીયોએ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, લંડન :

ભારતના 75માં પ્રજાસત્તાક પર્વની લંડનમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસતા ભારતીય દ્વારા પણ પોતાના દેશ પ્રેમને હર હંમેશ સમયાંતરે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હર્સાષલ્લાસપૂર્વક મનાવી વ્યક્ત કરાતો હોય છે.

26મી જાન્યુઆરી, 2024 ના દિવસે 75માં પ્રજાસત્તાક પર્વની લંડન ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોનન ઈરાની સાથે તેમના પરિવારના સભ્યો ઉપરાંત ભારતીય હાઈ કમિશનના દુરાઈ સ્વામીજી ભારતના ડેપ્યુટી હાઈ કમિશન સુરજીત ઘોષ, અભિનેતા બોમન ઈરાની ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે લંડનમાં વસતા ભારતીયો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં હાલારની ધરતીથી સેવા નિવૃત થયા બાદ લંડનમાં વસતા ભરતભાઈ સંચાણિયા પણ આ ઉજવણીમાં જોડાયા હતા અને દેશભક્તિ પ્રત્યે ભારતીય રાષ્ટ્રધ્વજને સલામી આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.