કૃષિમંત્રી રાઘવજી પટેલે બેરાજા જગા મેઇન રોડ પર નવનિર્મિત માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર તાલુકાના બેરાજા જગા રોડ ઉપર રૂ.૯૯.૫૪ લાખના ખર્ચે નવનિર્મિત ૭મીટરના ૪ ગાળા તથા ૭ મીટરના એક ગાળાના માઈનોર બ્રિજનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.

કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બ્રિજનું નિર્માણ થયું છે. આ બ્રિજનો મેડી, બેરાજા,જગા તથા આજુબાજુના ગામોને પુરતા પ્રમાણમાં લાભ મળી રહે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની જરૂરિયાતોને સંતોષવા માટે સરકાર દ્વારા સુચારુ આયોજન કરી તે દિશામાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. સૌની યોજના હેઠળ ખેડૂતોને ઉનાળામાં પણ સિંચાઈ માટે પાણી મળી રહે છે અને ખેતીમાં ફાયદો થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તા.૨૨ જાન્યુઆરી આપણા દેશ માટે ઐતહાસિક દીવસ છે. અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ ઉત્સવની ઉજવણી ગામડાના ખૂણે ખૂણે થાય તે પ્રકારે વિનંતી કરી હતી.

સૌની યોજના હેઠળ મેડી તેમજ આજુબાજુના ડેમોમાં નર્મદા નદીનું પાણી પહોંચ્યું છે.ખેડૂતોને આ પાણી સિંચાઈ માટે મદદરૂપ થતાં ગ્રામજનોએ મંત્રીને આભાર વ્યક્ત કરતી છબી અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસિંહ રાણા, સરપંચ ભરતભાઈ ભાલોડીયા, કાર્યપાલક ઈજનેર છૈયાભાઈ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.