બેંકમાં બે ટ્રાયે તાળા તોડી નિષ્ફળ પ્રયાસ કરનાર BA અભ્યાસ કરતા નેપાળી યુવાન ઝડપાયો, આવી છે સમગ્ર ઘટના…

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

બ્રાસ સીટી ગણાતા જામનગર શહેરમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકમાં ચોરીની નિષ્ફળ ઘટના સામે આવી છે. આ ચોરીનો પ્રયાસ કરનાર નેપાળી યુવાન વિદ્યાર્થી છે અને અગાઉ પણ બીપરજોય વાવાઝોડા વખતે આજ બેંકમાં તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

દેશ વિદેશમાં બ્રાસ પાર્ટને લઈને જામનગરનું નામ ચળકી રહ્યું છે ત્યારે જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકમાં 13 જાન્યુઆરીની રાત્રે એક બુકાની ધારી શખ્સે તાળા તોડી તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. ભરચક ચહલપાલ વાળા વિસ્તારમાં બેંક લૂંટવા આવેલ આ ચોરની ચહપહલ CCTV માં કેદ થઇ ગઇ હતી. અને આ સમગ્ર ઘટના અંગે બેંકના સત્તાધીશો એ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ના આધારે સીટી સી ડિવિઝન પોલીસે તસ્કરી કરવા આવેલા આ શખ્સને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા તેવામાં શંકર ભરતભાઈ કૌશલ્યા નામનો 22 વર્ષિય BA નો અભ્યાસ કરતો યુવાન પોલીસના હાથે લાગ્યો હતો અને તેની પાસેથી પોલીસે તસ્કરી માટે ઉપયોગમાં લેવાયેલ સાયકલ તેમજ મોઢે બાંધેલ દુકાને ટોપી તથા કટર અને તેનું ચાર્જર પણ પોલીસે કબજે કર્યું છે.

બી.એ નો અભ્યાસ કરતા નેપાળી શંકર નામના આ યુવક અગાઉ પણ આ જ બેન્કમાં બીપરજોય વાવાઝોડા વખતે હથોડા સાથે ચોરી કરવા આવ્યો હતો પરંતુ તાળું તૂટ્યું જ નહીં, અને બાદમાં ફરી મકરસંક્રાંતિની પૂર્વરાત્રીએ 13 જાન્યુઆરીએ જ ઓનલાઇન ઈલેક્ટ્રીક કટર મંગાવી હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની ઉદ્યોગ નગર શાખાની પહેલા માટે આવેલ જાળી તોડી ઉપર પ્રવેશ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ ન હોવાનો ફાયદો ઉઠાવી બેન્કના શટરના બંને તાળાના નકુચા તોડી બેંકની અંદર પ્રવેશતો કરી લીધો પરંતુ કંઈ જ હાથ લાગ્યું ન હતું.

હાલ તો પોલીસે 22 વર્ષીય નેપાળી શંકર ભરતભાઈ કૌશલ્યા નામના બીએ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીને તસ્કરીના રવાડે ચડી નિષ્ફળ ચોરીની ઘટનાને પંજાબ આપવાના ગુનામાં અટકાયત કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.