ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર સમિતિ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર બી. એ.શાહને અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતેથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ તેમજ આમંત્રણ પત્રિકા તેમના નિવાસ્થાને અર્પણ કરવામાં આવી હતી.
આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર ટીમના ભરતભાઇ ડાંગરિયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, સુબ્રમણ્યમભાઈ પિલ્લે, હેમતસિંહ જાડેજા, કિંજલભાઈ કારસરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર બી.એ. શાહે અક્ષત કળશનું પૂજન કરી લોકોને પણ 22 જાન્યુઆરીના શ્રી રામ જન્મભૂમિ ખાતે અયોધ્યાબા પ્રાણ પ્રતિષ્ઠા બૌદ્ધ જામનગર વાસીઓને પણ સમરસતાથી નાત-જાતના ભેદભાવ વગર હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંદિર, તીર્થક્ષેત્ર સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાવા આહ્વાન કર્યું છે.
આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર સમિતિના અગ્રણીઓ પોલીસ અધિક્ષક ના નિવાસ્થાને પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાના આમંત્રણ ને લઈને પહોંચ્યા હતા. જ્યાં એસપી પ્રેમસુખ ડેલૂએ પવિત્ર અક્ષત કળશનું પૂજન કર્યું હતું અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પત્રિકા અને અયોધ્યાની પ્રતિમા સ્વીકારી હતી.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલે, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વ્રજ ઉપનગરના સંયોજક નિલેશભાઈ વાટલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ તમામને આવકારી અભિવાદન પણ કર્યું હતું.