જામનગરની પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા સખી ક્લબ-2નો શનિવારે પદગ્રહણ સમારોહ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે.

1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે. આ રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી નિશાબેન અસવાર પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓની ટીમમાં સેક્રેટરી તરીકે મીતાબેન મોદી અને ટ્રેઝરર તરીકે દિશાબેન મહેતા જોડાવાના છે.

તા. 6 જાન્યુઆરી શનિવારે સાંજે છ વાગે ગાંધીનગર મેઇન રોડ પર આવેલ વિશ્વકર્મા વાડીમાં યોજાનાર આ પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન પદે સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને અતિથિવિશેષ પદે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા તેમજ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના સેજલ ભટ્ટ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સંસ્થાને આર્થિક અનુદાન આપીને પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર સ્પોન્સર્સ તેમજ સભ્ય બહેનો અને શુભેચ્છકો પણ હાજર રહેનાર છે.