લાલપુરના આરીખાણા અને રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લાલપુર તાલુકામાં આવેલા આરીખાણા અને રંગપુર ગામમાં ‘’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી.એસ. વિભાગ, પશુપાલન- વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે મેરી કહાની, મેરી ઝુબાની સંવાદમાં ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું ”ધરતી કહે પુકાર” નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી.

કાર્યક્રમ દરમિયાન, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ડૉ.સુનિલ ગુપ્તા, ડૉ.મુકેશ કાપડીયા, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પી.ડી.પરમાર, તલાટી મંત્રી જયસુખભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.