ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
વર્ષ 2025 સુધીમાં ટી.બી.ને દેશમાંથી નાબૂદ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા ટી.બી.ના નેશનલ પ્રોગામની કામગીરી વખતોવખત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમના ભાગરૂપે એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના તમામ તબીબી શિક્ષકો અને વિધાર્થીઓને તાલીમબદ્ધ કરવાના હેતુસર સમયાંતરે આ માટેની વીશેષ તાલીમનું આયોજન એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે યોજવામાં આવે છે.જે અંતર્ગત સંસ્થાના પ્રથમ વર્ષના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટના ૧૮૦ જેટલા વિધાર્થીઓને ટી.બી. લગત તમામ જરૂરી તાલીમ એમ.પી.શાહ સરકારી કોલેજના રેસ્પીરેટરી મેડીસીન વિભાગ અને DTC (ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર) ના સંયોજનમાં આપવામાં આવી હતી. જેમાં તબીબી વિદ્યાર્થીઓને ટીબીને લગતી તમામ પ્રકારની માહિતીથી વાકેફ કરાવાયા હતા.આ તાલીમમાં ટીબી બીમારી વિશેના તજજ્ઞોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.