Home ધર્મ-આધ્યાત્મિક શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીની તબિયત લથડી, ICUમાં દાખલ

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીની તબિયત લથડી, ICUમાં દાખલ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જબલપુર:

હિન્દૂ ધર્મની ચારપીઠોમાની દ્વારકાની શરદાપીઠ અને બદ્રીનાથના જ્યોતિ રથના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી હાલ 98ની વર્ષની વય ધરાવી રહ્યા છે. હાલ તેઓ ધર્મ પ્રચાર અર્થે મધ્યપ્રદેશના જબલપુરમાં હતા. તેઓની અચાનક જ તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે.

- Advertisement -

શ્વાસની તકલીફ પડતા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીને હાલ જબલપુરની હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં સારવાર માટે રખાયા છે.

આ અંગે ડો. દિપક બહરાનીએ જણાવ્યું હતું કે, સિઝનલ શિયાળાની ઋતુમાં ઠંડીની અસરને કારણે શંકરાચાર્યજી ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે જેની સારવાર અપાઈ રહી છે. હાલ સ્વામીજીને આઈ.સી.યુ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે ત્યારે આ સમાચારને પગલે લોકો પણ તેઓને મળવા આવી રહ્યા છે પરંતુ નાદુરસ્ત તબિયત અને આઈ.સી.યુ વોર્ડમાં કોઈપણ ને મળવા પર પ્રતિબંધ હોવાથી કોઈને મળવા દેવામાં આવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here