ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ભારત સરકારના સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ત્રિ દિવસીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જામનગરની મધ્યમાં આવેલ લાખોટા તળાવ જામનગરનો એન્ટ્રી ગેટ ગુલાબ નગર અને દિગ્જામ સર્કલ ખાતે આવેલ ખંભાળિયા બાયપાસ પાસે નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા ઝુંબેશમાં મેયર, ધારાસભ્ય, કમિશનર, સહિતના લોકોએ શ્રમ દાન કર્યું હતું.
સરકારના સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોને સ્વચ્છ સુઘડ બનાવવામાં આવ્યા હતા , આ કાર્યક્રમમાં જામનગરના મેયર, ધારાસભ્ય, કમિશનર જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતનાઓ દ્વારા નિયત કરેલ જગ્યા ઉપર શ્રમદાન કરી સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા એ જ સેવા ના સૂત્રોને સાર્થક કરવા વિવિધ સંસ્થાઓ એનજીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ને સાથે રાખી ગલી મહોલ્લો કે ઘરની આસપાસ જાહેર કચરાનો નિકાલ ન કરવો તેવી સમજ સાથે શ્રમદાન કરવામાં આવ્યું હતું લોકોને એક અપીલ સાથે અહીં રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી, નક્કી કરેલી તમામ સ્થળ ને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.
ભારત સરકારના સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ અંતર્ગત તા. 25 થી તા. 27 સુધી યોજાયેલ માસ ક્લીનનેસ ડ્રાઇવ માં કુલ 2703 વ્યક્તિઓ દ્વારા 6855 કલાકનું શ્રમદાન કરી કુલ 160.60 ટન ઘન કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો અને 20 ટન સી. એન ડી. વેસ્ટ એકત્ર કરવામાં આવ્યું હતું . આ કામગીરીમા જે.સી.બી, ટ્રેક્ટર સહિતની મશીનરી , કચરાની ગાડી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમમાં જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્ના બેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા , જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિનેશભાઈ એન. મોદી, કોર્પોરેટરો, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ , એનસીસી અને નેવીના જવાનો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, એચડીએફસી બેંકના કર્મચારીઓ , મહિલા સંસ્થાઓ દ્વારા ઉપસ્થિત રહી સમગ્ર જામનગરને સ્વચ્છ સુંદર બનાવવા માટે શ્રમદાન કર્યું હતું.