જામનગરમાં હાપા શેલ્ટર હોમમાં કમિશનરે પહોચી સમિક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગઈકાલે જામનગર રાજકોટ હાઈવે ની સમૂહ સફાઈ બાદ જામનગર મહાનગર પાલિકા સંચાલિત અને દિનદયાળ અંતયોદય યોજના – રાષ્ટ્રીય લાઈવલીહૂડ મિશન અંતર્ગત સરકાર 100% ગ્રાન્ટ આધારિત હાપા વિસ્તાર મા આવેલ શેલટર હોમની મુલાકાત કમિશનર ડી.એન.મોદી દ્વારા લેવામા આવી હતી.

શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા લોકો સાથે સંવાદ કરીને આપવામા આવતી સુવિધાઓ ની માહિતી મેળવેલ અને પ્રોજેક્ટ ઓફિસર અશોક જોશીને સવાર ના નાસ્તો તથા બપોરે તથા સાંજે જમવા માટે મેનું નક્કી કરીને તે મુજબ વ્યવસ્થા કરવી અને એસ્ટેટ શાખા ની ટીમ ને વધુ મા વઘુ ઘરવિહોણા શ્રમિકો, ભિક્ષુકો ને શિયાળા દરમિયાન શેલટર હોમ મા શીફટ કરવા સૂચના આપેલ છે, આ મુલાકાત દરમિયાન ઈ.ચા. નાયબ કમિશનર જીગ્નેશભાઈ નિર્મલ, કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા , નરેશભાઈ પટેલ સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર મહાનગર પાલિકા સંચાલિત હાપા તથા બેડી વિસ્તાર મા આવેલ શેલટર હોમ મા ઘરવિહોણા શ્રમિકો, ભિક્ષુકો ને રહેવાની જમવાની, નહાવાના ગરમ પાણી સહિત ની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામા આવે છે.