જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ નવા વર્ષનો પ્રારંભ એસ.ટી.ના ડ્રાઇવર કંડકટર ને મીઠાઈ ખવડાવીને કર્યો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ એકદમ પાયાના કાર્યકર્તા થી થઈને ધારાસભ્ય ના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે દિવાળી ગરીબ બાળકોની સાથે ઉજવ્યા પછી નવા વર્ષનો પ્રારંભ પણ લોકોની સહી સલામત સવારી માટે કોઈ પણ પ્રકારના તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં ખડે પગે રહેનારા એસ.ટી. ડિવિઝનના ડ્રાઇવર અને કંડકટર સાથે મીઠાઈ ખવડાવીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.

નૂતનવર્ષે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વહેલી સવારે જામનગરના એસ.ટી. ડેપોમાં પહોંચ્યા હતા, જ્યાં જામનગર થી જુદા જુદા રૂટ પર નીકળનારી એસ.ટી. બસ ના ડ્રાઈવરો અને કંડક્ટર પાસે જઈ તેઓને મીઠાઈ ખવડાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, અને કોઈ પણ પ્રકારની તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં જોડાનારા આવા કર્મનિષ્ઠોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તેમની સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા અન્ય અગ્રણીઓ, કાર્યકરો, જોડાયા હતા ધારસભ્ય દિવ્યેશભાઈ અકબરીની એસ.ટી. ડિવિઝનના નાના વર્ગના કર્મચારીઓ સાથેની સંવેદના ને નિહાળીને એસ.ટી. ડેપો પરિસરમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. જામનગર એસટી ડેપોના મેનેજર, કંટ્રોલિંગ અધિકારી અન્ય એસટી ડિવિઝનના અધિકારી- કર્મચારીઓ પણ ધારાસભ્યના આ મિલન સમારંભમાં જોડાયા હતા, અને નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરી હતી.